જાણવા જેવું / સાહિત્ય / Language Corner

ગુજરાતી શબ્દકોશ ,સમાનર્થી /વિરુદ્ધાર્થી શબ્દ ,કહેવતો અને બીજું ઘણું બધું જાણો


---------------------------------------------------------------------------------

ભગવાન બુદ્ધનો ઉપદેશ


હે લોકો, હું જે કાંઇ કહું તે પરંપરાગત છે એમ જાણી ખરું માનશો નહીં, તમારી પૂર્વપરંપરાને અનુંસરીને છે એમ જાણીને પણ ખરું માનશો નહીં, આવું હશે એમ ધારી ખરું  માનશો નહીં. લૌકિક ન્યાય છે એમ જાણી ખરું માનશો નહીં. તમારી શ્રદ્ધાને પોષનારું છે એવું જાણી ખરું માનશો નહીં. હું પ્રસિદ્ધ સાધુ છું, પૂજ્ય છું એવું જાણી ખરું માનશો નહીં પણ તમારી પોતાની વિવેકબુદ્ધિથી મારો ઉપદેશ ખરો લાગે તો જ તમે તેનો સ્વીકાર કરજો”
                                                                                                                                      – ભગવાન બુદ્ધ 
-------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------

જીવનનો કક્કો


ક  કર્મ કરતા રહો

ખ  ખરાબ ન બનો

 -  ગર્વ ન કરો

ઘ  ઘમંડ ન કરો

ચ  ચિડાશો નહિ

છ  છળ- કપટથી દુર રહો

જ  જબરા બનો

ઝ  ઝગડો ન કરવો

ઠ  ઠગાઇ ન કરો

ડ  ડરપોક ન બનો

ઢ  ભણવામાં ઢ ન રહો

ત  તિરસ્કાર કોઇનો ન કરશો

થ  થોડામાં સંતોષ માનો

દ  દયાવાન બનો

ધ  ધગશ રાખો

ન  નમ્ર બનો

પ  પારકી પંચાત ન કરો

ફ  ફુલણશી ન બનો

બ  બહાદુર બનો

ભ  ભારરૂપ ન બનો

મ  મધુર બનો

ય  યશ મેળવો

ર  રમુજી બનો

લ  લાલચુ ન બનો

વ  વિદ્યાવાન બનો

શ  કોઇને શત્રુ ન માનશો

ષ  ષડયંત્ર ન કરો

સ  સત્ય બોલો

હ  હસતા રહો

ળ  આળસ ન કરશો

ક્ષ  ક્ષત્રિય બનો

જ્ઞ  જ્ઞાની બનો

------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------

તમારે ખૂબ સુખી થવું છે? તો આટલું અવશ્ય કરો……

૧.    ના પહોંચી શકાય તેવું ધ્યેય નક્કી ના કરો.

૨.    તમારી પાસે જે કાંઈ છે અને જેવું છે તે ખૂબ સરસ છે તેવું  દ્રઢપણે માનો એટલે કે તમે દરેક

        બાબતમાં સંતોષ રાખો.

૩.    તમાર જીવનની દરેક બાબતમાં, મને આટલું મળવું જ જોઈએ કે  હું કહું તે પ્રમાણે થવું જ

       જોઈએ, આવો આગ્રહ ન રાખો.

૪.  તમારા જીવનના સારા માઠા પ્રસંગોમાં તમે એકલા જવાબદાર નથી પણ પરિસ્થિતિ અને

      સંજોગોને કારણે આવા પ્રસંગો બન્યા છે માટે જે બન્યું છે તેને ઈશ્વરેચ્છા માની સ્વીકારી લો.

૫.   થોડીક આયોજનવાળી જીંદગી જીવો. એટલે કે તમારા જીવનને  સ્પર્શતી દરેક બાબતોમાં

       વ્યવસ્થિત બનો. આવેશમાં આવીને કે ઉત્સાહમાં આવી કોઇપણ અવિચારી પગલું ના

        ભરો.

૬.    મનની વૃત્તિ સમાધાનકારી રાખો એટલે કે જે મળ્યું છે તે સરસ છે, જે બને છે તે સરસ છે, જે

        નથી મળ્યું કે નથી બન્યું તે પણ  સરસ છે એવું માનો.

૭.   કોઈ પણ પ્રકારની ‘ચેલેંજ’ (કસોટી કરે તેવી પરિસ્થિતિ) ને તમે  ક્યારે પહોંચી શકો કે

       જ્યારે તમારામાં “દ્રઢ આત્મવિશ્વાસ” હોય.  આ માટે મન મજબુત અને સંગીન જોઈએ.

૮.   સ્વસ્થ શરીરમાં મન પણ સ્વસ્થ અને સંગીન હોય છે માટે  સ્વસ્થ  નિરોગી શરીર માટે

       નિયમિત ગમતી કસરત કરો.

-------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------


સુવિચાર


  • પ્રમાણિકતાથી ચડિયાતો કોઇ ધર્મનથી

  • સ્વામી વિવેકાનંદે નાસ્તિક શબ્દનો જૂનો અને નવો અર્થ આપેલો છે.

  • જૂનો અર્થ – ઇશ્વરમાં વિશ્વાસ ન હોય તે નાસ્તિક

  • નવો અર્થ – જેને પોતાનામાં વિશ્વાસ ન હોય તે નાસ્તિક

  • એક રશિયન કહેવત

                 દેશનો યુવાન કેવો છે તે જાણવું હોય તો એના હોઠો પર કેવા ગીતો છે તે જાણીલો

  • આળસુ યુવાન ઘરડો જાણવો અને થનગનતો વૃદ્ધ યુવાન જાણવો

  • નવરો,નિરાશ અને નિરુદ્દેશી ભટકતો યુવાન બૉંબ કરતા જરાય ઓછો જોખમકારક નથી

  • જે જાગી ગયો તે યુવાન અને જે ઊંઘી ગયો તે ઘરડો

  • તુજ તારો શ્રેષ્ઠ મિત્ર છે, તારાથી ભિન્ન એવા બીજાને મિત્ર કેવી રીતે બનાવી શકે              

  • સોક્રેટિસે પ્રવચન કરનારાઓને ધાતુના ઘડા સાથે સરખાવેલા અને કહેલું એ ઘડો તમે ટકોરા મારો તો મજાનો રણકાર આપ્યા કરશે પણ કોઇ હાથ લગાડે કે અવાજ બંઘ

  • કદીય ક્રોધ ન કરનાર વ્યક્તિ ક્યાં તો મહાત્મા હોય કે મહાકાયર

                      સ્વજન

  • સમજે તે સ્વજન

  • પ્રજાળે તે પ્રિયજન

  • દઝાડે તે દુશ્મન

  •  દગોગે તે દુરિજન

    -------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------

તમારા બાળક માટે આટલું વિચારો

05FEB

તમારા બાળકો તમારા નથી. એ તો જિંદગીને ઝંખતા યુગમપક્ષીઓ છે.એ તમારા થકી આવ્યા હશે, પણ તમારામાંથી નહીં, કારણ કે એમને એમના વિચારો હશે. તમે એમના શરીરને તમારા ઘરમાં રાખો, આત્માને નહીં. કેમ કે એમનો આત્મા ભાવિના ઘરમાં રહે  છે. જેની તમે સ્વપ્નમાંય મુલાકાત લઇ ન શકો. તમે એમને ગમો તે માટે મથી શકો પણ એમને પરાણે ગમવાની કોશિશ કરશો નહીં. કારણ કે જિંદગી પારોઠના કદમ ભરતી નથી, કે ગઇકાલ સાથે શોભતી નથી,

-------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------


ભારત ઇતિહાસ – 1 જનરલ નોલેજ

06APR


અરવિંદ ઘોષના ક્યા પુસ્તકમાં ક્રાંતિની યોજના આલેખી હતી ? – ભવાની મંદિર

અંગ્રેજ સરકાર સામે ઉગ્ર ક્રાંતિકારી ચળવળના છેલ્લા શહીદ કોને ગણવામાં આવે છે? – ઉધમસિંહને

અંગ્રેજોએ ભારતમાં કયા સ્થળે પોતાનું પ્રથમ વેપારી મથક સ્થાપ્યું?  - સુરત

ઇ.સ. 1612માં સર ટોમસ રૉએ કોની પાસેથી ઇસ્ટ ઇન્ડિયા કંપની માટે વેપાર માટેનો પરવાનો મેળવીયો ? – જહાંગીર

ઇ.સ. ૧૪૫૩ માં તુર્ક મુસ્લિમોએ ક્યું આંતરરાષ્ટ્રીય વેપારીમથક જીતી લીધું? – કૉન્સ્ટેન્ટિનોપલ

ઇ.સ. ૧૯૪૮માં વાસ્કો-દ-ગામા સૈપ્રથમ ભારતના કયા બંદરે આવ્યો?  - કાલિકટ

ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગ’ નું નામ બદલીને ‘ગદર પક્ષ’ કોણે રાખ્યું?  - લાલા હરદયાળે

ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગની સ્થાપના ક્યારે અને ક્યા થઇ ? – ઇ.સ. 1906માં, અમેરિકામાં

ઇસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના ક્યારે થઇ ? – ઇ.સ. 1600માં

ફ્રેંચ ઇસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના ક્યારે થઇ ? ઇ.સ. 1664માં

ઇસ્ટ ઇન્ડિયા કંપનીને એક વ્યાપારી કંપનીમાંથી રાજકીય અને લશ્કરી સત્તા કોણે બનાવી? – હેસ્ટિંગ્સે

કયા વાઇસરૉયના સમય દરમિયાન મુસ્લિમ લીગની સ્થાપના થઇ?  -  લૉર્ડ મિન્ટો

કયા વાઇસરૉયના સમયમાં કોના વિરોધમાં યુરોપિયનોએ આંદોલન કર્યુ?  - ઇલ્બર્ટ બિલના

ભારતના ભાગલાનાં બી કયા સુધારામાં વવાયેલાં જોવા મળે છે?  - ઇ.સ. ૧૯૦૯ના મોર્લે-મિન્ટો સુધારામાં

ભારતમાં ખેલાયેલ સત્તા સંઘર્ષમાં કઇ વિદેશી પ્રજા સર્વોપરી બની – અંગેજો

કયા સુધારાએ મુસ્લિમોને કોમી મતદાર મંડળો આપ્યાં?   -  મોર્લે-મિંન્ટો

કંપની શાસન દરમિયાન દેશનો કારીગર વર્ગ રોજી-રોટી માટે શહેરો તરફ વળ્યો, કારણ કે… – અંગ્રેજોને કારણે ગામડાંના ગૃહદ્યોગ પડિ ભાંગ્યા.

કેટલાક લેખકો કોને ‘મુસ્લિમ કોમવાદના પિતા’ કહે છે? – લૉર્ડ મિન્ટોને

કોના અવસાન પછી સ્વરાજ્ય પક્ષ નિર્બળ બની ગયો?  - ચિત્તરંજનદાસના

કોના પ્રયાસોથી ભારતમાં અંગ્રેજી ભાષા દ્વારા શિક્ષણ આપવાનો પ્રારંભ થયો? – લૉર્ડ મેકોલેના

મુસ્લિમ સમાજની સુધારણા માટેનું કાર્ય કોણે શરુ કર્યુ?  - સર સૈયદ અહમદે

કોના મતે રૉલેટ ઍક્ટ દ્વારા ભારતીઓનો ‘દલીલ, અપીલ અને વકીલ’ નો અધિકાર લઇ લેવામાં અવ્યો? – પંડિત મોતીલાલ નેહરુના

કોની ભલામણથી મદ્રાસ(ચેન્નાઇ),મુંબઇ અને કલકત્તામાં યુનિવર્સિટીની સ્થાપના થઇ ? – ચાર્લ્સ વુડની

ક્યા વાઇસરૉયે બંગાળના બે ભાગલા પાડ્યા?  -  કર્ઝને

ગાંધીજીએ અસહકારનું આંદોલન મોકૂફ રાખ્યું તેના પ્રત્યાઘાતરૂપે કૉંગ્રેસમાં જ કયા પક્ષની સ્થાપના થઇ? – સ્વરાજ્ય પક્ષ

ગુજરતમાં સશ્સ્ત્ર ક્રાંતિની ભૂમિકા સૈપ્રથમ કોણે તૈયાર કરી હતી?  - શ્રી અરવિંદ ઘોષે

જલિયાંવાલા બાગ કયા શહેરમાં આવેલો છે?  - અમૃતસરમાં

જલિયાંવાલા બાગ હત્યકાંડે કયા મહત્ત્વના આંદોલનની ભૂમિકા પૂરી પાડી?  -  અસહકારનું આંદોલનની

તુર્કીના સુલતાનને કેદ કરવાથી ભારતના મુસ્લિમોને ભારે આઘાત લગ્યો, કારણ કે… ?  -  તે મુસ્લિમ જગતનો પ્રમુખ હતો.

પોતાની સહીવાળી સોનાની પટ્ટી રશિયાના ઝારને કોણે મોકલી હતી? – રાજા મહેન્દ્વપ્રતાપે

પરદેશની ભૂમિ પર હિંદનો રાસ્ટ્રધ્વજ સૌપ્રથમ કોણે ફરકાવ્યો? – મૅડમ ભિખાઇજી કામાએ

પોર્ટુગીઝ પ્રવાસી વાસ્કો-દ-ગામા ભારત તરફનો નવો જળમાર્ગ શોધવા પોર્ટુગલના ક્યા બંદરેથી નીકળ્યો? – લિસ્બન

બંગાળ, બિહાર અને ઓરિસ્સામાં ચાલતી દ્વામુખી શાસનપદ્વતિ ક્યા ગવર્નર જનરલે નાબૂદ કરી? –વૉરનહેસ્ટિંગ્સે

બંગાળના ભાગલાના અમલનો દિવસ ક્યા દિન તરીકે મનાવવામાં આવ્યો?  -  રાષ્ટ્રીય શોકદિન

ભારત અને ઇંગ્લૅંન્ડ વચ્ચે આગબોટ સેવા ક્યારે શરુ થઇ?  - ઇ.સ. ૧૮૫૭માં

ભારતમાં રેલવેની સૈપ્રથમ શરુઆત મુંબઇ અને થાણા વચ્ચે ક્યારે શરુ થઇ?ઇ.સ.  -  ૧૮૫૩માં

સતી થવાના રિવાજ પર કયા ગવર્નર જનરલે પ્રતિબંધ મૂક્યો?  - વિલિયમ બૅન્ટિકે

ગુજરાતમાં આદિવાસીઓને સુધારવાનું કાર્ય કોણે કર્યુ?  - અમૃતલાલ ઠક્કરે

ભારતમાં ખેલાયેલા સત્તાસંઘર્ષમાં કોણ સર્વોપરી બન્યું? – અંગ્રેજો

ભારતમાં વેપાર માટે સૌપ્રથમ કઇ યુરોપિયન પ્રજા આવી? – પોર્ટુગીઝો

શરુઆતમાં ઇસ્ટ ઇન્ડિયા કંપનીના વેપારી અધિકરીઓનું મુખ્ય કાર્ય ક્યું હતું? – મહેસૂલ ઉઘરાવવાનું

ભારતમાં રેલવેની સૌપ્રથમ શરુઆત… – મુંબઇ અને થાણા વચ્ચે થઇ.

મુસ્લિમ લીગની સ્થાપના ક્યારે થઇ ? – ઇ.સ. 1906માં

મુસ્લિમ લીગનું વિધિસરનું પ્રથમ અધિવેશન કયા શહેરમાં યોજાયું હતું?  -  અમૃતસરમાં

રશિયાના કયા ક્રાંતિવીરે ભારતના ક્રાંતિકારીઓને મદદ કરવાનું વચન આપ્યું હતું?  - ટ્રોટસ્કીએ

કયા ઍક્ટથી વ્યક્તિસ્વાતંત્ર્ય અને વાણીસ્વાતંત્ર્ય નામશેષ બન્યું?  - રૉલેટ

જલિયાંવાલા બાગમાં કોણે બેફામ ગોળીબાર કરાવ્યો?  - જનરલ ડાયરે

વંદે માતરમ’ ગીત કઇ નવલકથામાંથી લેવામાં આવ્યું છે? – આનંદમઠ

ગુજરાતમાં સશસ્ત્ર ક્રાંતિ શરુ કરવામાં સૌપ્રથમ કોણે સક્રિય ભાગ લીધો હતો?  - શ્રી બારીન્દ્વકુમાર ઘોષે

વિલિયમ વાયલીની હત્યા કોણે કરી? – મદનલાલ ધીંગરાએ

વંદે માતરમ’ ગીત કોની નવલકથામાંથી લેવામાં અવ્યું છે?  - બંકિમચંદ્વ ચટ્ટોપાધ્યાયની

વંદે માતરમ’ ગીતના રચયિતા કોણ હતા?  -  બંકિમચંદ્વ ચટ્ટોપાધ્યાય

મુસ્લિમ લીગની સ્થાપનાની પાર્શ્વભૂમિકા શામાં રહેલી છે? –  સિમલા સંમેલનમાં

વાસ્કો-દ-ગામા કોની સહાયથી ભારત આવવા સફળ થયો?  - અહમદ ઇબ્ન મજીદની

શ્રી અરવિંદ ઘોષે કયા પુસ્તકમાં ક્રાંતિની યોજનાનું વર્ણન કર્યુ હતું? – ભવાની મંદિર

સત્તા સંઘર્ષના અંતે ડચ પ્રજા પાસે ક્યા સંસ્થાનો રહ્યા – પોંડિચેરી,માહે,ચંદ્રનગર અને કરૈકાલ  

સત્તા સંઘર્ષના અંતે પોર્ટુગીઝ પ્રજા પાસે ક્યા સંસ્થાનો રહ્યા  - દીવ,દમણ અને ગોવા

સમગ્ર ભારતમાં ૧૯ ઑક્ટોબર, ૧૯૧૯નો દિવસ કયા દિવસ તરીકે મનાવવામાં આવ્યો?   - ‘ ખિલાફત દિવસ’

સહાયકારી યોજના સંઘ’ નો જનક કોણ હતો?  -  ગવર્નર જનરલ વેલેસ્લી

ખાલસાનીતિ’ નો જનક કોણ હતો?  -  ગવર્નર જનરલ ડેલહાઉસી

ક્યા વાઇસરૉયના અન્યાયી કાયદાઓ અને પગલાંને લીધે રાષ્ટ્રવાદી પ્રવૃતીઓને ઉત્તેજન મળ્યું?  -  લિટનના

સ્વરાજ મારો જન્મસિદ્વ હક છે અને તેને લઇને જ હું ઝંપીશ.’’   -  બાલગંગાધર ટિળકે

સ્વરાજ્ય પક્ષની સ્થાપના ક્યારે થઇ?   - ઇ.સ. ૧૯૨૩મા


સાયમન કમિશનના પ્રમુખ કોણ હતા – જ્હોન સાઇમન

સાયમન કમિશન ગેટ વે ઑફ ઇન્ડિયા આવ્યું ત્યારે ક્યું સૂત્રોચ્ચાર કરવામાં આવ્યો ? – સાયમન ગો બેક

 લાલા લજપત રાયનું આવસાન ક્યારે થયું ? – 17 નવેમ્બર 1928ના રોજ

8 એપ્રિલ 1929ના રોજ દિલ્લીની સેન્ટ્રલ એસેમ્બલી હૉલમાં બોમ્બ કોંને ફેંક્યો હતો – ભગતસિંહ અને બટુકેશ્વરદત્ત

મોતીલાલ નહેરુની કમિટીએ બંધારણની રૂપ રેખા(ડ્રાફ) તૈયાર ર્ક્યો તે ક્યા અહેવાલ તરી કે ઓળખાય છે – નહેરુ અહેવાલ

અબ્બાસ તૈયબજીની ધરપકડ થતાં ધારાસણા સત્યાગ્રહનુ નેતૃત્વ કોણે સંભાળ્યું ?- સરોજિની નાયડુ

ભારતમાં સ્વાતંત્રદિનની પ્રથમ ઉજવણી ક્યારે થઇ?-26 જાન્યઆરી 1930

બારડોલી સત્યાગ્રહ ક્યારે કરવામાં અવ્યો?-ઇ.સ. 1928

આઝાદી માંટે હવે હું એક પળ પણ રોકઇ શકુ તેમ નથી. આ વિધાન કોણે કહયું હતું ? – ગાંધીજીએ

દાંડીકૂચની તુલના નેપોલિયનની પેરિસ માર્ચ સાથે કોણે કરી ? – મહાદેવભાઇ દેસાઇએ

ગાંધીજીએ દાંડીકૂચ ક્યાંથી શરું કરી?- સાબરમતી હરિજન આશ્રમથી

પૂર્ણ સ્વરાજ્યપ્રાપ્તિનો સંઘર્ષ કયા સત્યાગ્રહથી શરુ થયો ?- બારડોલી સત્યાગ્રહથી

ગાંધીજીએ વ્યક્તિગત સત્યાગ્રહની લડત માટે પ્રથમ સત્યાગ્રહી તરીકે કોને પસંદ કર્યા?-વિનોબા ભાવેને

હિંદ છોડો લડત કોના નેતૃત્વ નીચે કરવામાં આવી?-ગાંધીજીના

અંગ્રેજોના લાઠીચાર્જને કારણે કોનુ અવસાન થયુ?-લાલા લજપતરાયનુ

સવિનય કાનૂનભંગની લડત કોના નેતૃત્વ નીચે કરવામા આવી?-ગાંધીજીના

દાંડીકૂચ ક્યારે આરંભાઇ?-12 માર્ચ, 1930

દાંડીકૂચમાં કૂલ કેટલા સત્યાગ્રહીઓ હતા?- 78

દાંડીકૂચને કોણે મહાભિનિષ્ક્રમણ તરીકે ઓળખાવી – મહાદેવભાઇ દેસાઇએ

દાંડીકૂચને સુભાષચંદ્રબોઝે કોની સાથે સરખાવી – નેપોલિયનની પેરીસ માર્ચ

ગંધીજીએ મીઠાનાં કાયદાનો ભંગ ક્યારે કર્યો?- 6 એપ્રિલ, 1930 ના રોજ

ધારાસણા સત્યાગ્રહનું નેતૃત્વ સૌપ્રથમ કોણે લીધુ હતુ ? – અબ્બાસ તૈયબજીએ

મૈને નમક કા કાનૂન તોડ દિયાઢ આ વિધાન કોણે ઉચ્ચાર્યં હતું ? – ગાંધીજીએ

ભરતની રાષ્ટીય ચળવળના ઈતિહાસમાં મહત્વની ઘટના કઈ હતી  ?  -  સવિનય કાનૂન ભંગ ની લડત

ઓગષ્ટ દરખાસ્ત કોણે રજૂ કરી હતી ? – ભારત ના વાઇસરોય લિનલિથગોએ

કરેંગે યા મરેંગે,લેકિન આઝાદી લેકે  હી રહેંગે. આ વિધાન કોણે ઉચ્ચાર્યું હતું ?-ગાંધીજીએ

ક્રાતિકારીઓએ લાલા લજપતરાય ના મૃત્યુ માટે જવાબદાર કયા અંગ્રેજ અધિકારીની હત્યા કરી ? – સોંડર્સની

સુભાષચંદ્રબોઝે કોંગ્રેસ છોડીને કયા પક્ષ ની સ્થાપના કરી હતી ? – ફોરવર્ડ બ્લોકની

સુભાષચંદ્રબોઝનો જન્મ ક્યારે થયો હતો ? – 23 જાન્યુઆરી 1897માં

સુભાષચંદ્રબોઝ સ્વરાજ પક્ષમાં ક્યારે જોડાયા ? – 1923માં

હરિપુરા કોંગ્રેસ અધીવેશનમાં પ્રમુખ સ્થાને કોની વરણી થઇ ?- સુભાષચંદ્ર બોઝની

સ્વરાજ પક્ષના પ્રચાર માટે સુભાષચંદ્રબોઝે ક્યું સાપ્તાહિક શરૂ ર્ક્યું ? બંગલેરાથા

સુભાષચંદ્રબોઝ જાપાનથી ક્યા શહેર ગયા ? – સિંગાપુર

ર્જ્મનીમાં આઝાદ હિદ રેડિયો સ્ટેશનની સ્થાપના કોણે કરી ? – મેજર મોહનસિંગે

આઝાદ હિદ ફોજના વડ બન્યા પછી સુભાષબાબુ કયા નામે ઓળખાયા ? – નેતાજી

સુભાષચંદ્રબોઝે કામચલાઉ સરકારની સ્થાપના ક્યા કરી ?-સિંગાપુરમાં

આઝાદ હિદફોજનું વડુમથક ક્યા ખસેડવામાં આવ્યુ ?-રંગૂન

આઝાદ હિદફોજે સૌ ભારતનું પ્રથમ કયુ મથક કબજે કર્યુ ?-મોડોક

વઇસરોય વેવેલ પછી ભારતનાં વાઇસરોય કોણ હતા ?-લોર્ડ રિપનની

સુભાષચંદ્રબોઝનું સુત્ર કયુ હતુ ? – જયહિદ

સુભાષચંદ્રબોઝ વેશ પલટો કરી માર્ચ,ના રોજ કયા દેશમાં પહોચ્યા ?-જર્મની

જૂન,1948  સુધીમાં ભારતને આઝદી આપવાની જાહેરાત કોણે કરી હતી ? – એટલીએ

હિંદમાં બ્રિટિશશ સરકારનાં છેલ્લાં વાઇસરોય કોણ હતા ?-લોર્ડ માઉન્ટ બેટન

ભારતને આઝાદી મળીએ વખતે ભારતમાં કેટલા દેશી રાજ્યો હતા ?- 562 જેટલા

સાઇમનકમીશનનાં બધા સભ્યો કોણ હતા ?-અંગ્રેજો

પૂર્ણ સ્વરાજ્ય ની માગણી ક્યારે કરાઇ ?-31 ડિસેમ્બર 1929

 લહોરમાં કઇ નદીના કિનારે  પૂર્ણ સ્વરાજ્યની માગણી કરાઇ ? – રાવી

ભગતસિહ,સુખદેવ અને રાજગુરુને ફાંસીની સજા કરાઇ તે કેસ કયા નામે પ્રખ્યાત બન્યો ?- લાહોર ષડયંત્ર

હિંદ છોડો લડત ક્યારે શરું કરવામાં આવી ?- 8  ઓગષ્ટ 1942

હિંદ છોડો લડતની લડત સમયે ઇંગ્લન્ડના વડાપ્રધાન કોણ હતા ? – ચર્ચિલ

ભરતદેશ ક્યારે આઝદ થયો?- 15 ઓગષ્ટ 1947 ના રોજ

લોર્ડ મઉન્ટ બેટન યોજના ક્યારે રજૂ થઇ ?- 3  જૂન, 1947 ના રોજ

સાઈમન કમિશન ભારતમાં ક્યારે આવ્યુ ? -3  ફેબ્રુઆરી, 1928

-------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------

જનરલ નોલેજ ગુજરાત – 1

18APR


35 એમએમ સિનેમા સ્કોપમાં બનેલી પ્રથમ ગુજરાતી ફિલ્મ કઇ ? –  દરિયાછોરું

C.E.E.નું પૂરું નામ જણાવો. –  સેન્ટર ફોર એન્વાયરમેન્ટ એજયુકેશન (અમદાવાદ)

G.E.E.R.નું પૂરું નામ જણાવો.  -  ગુજરાત ઈકોલોજીકલ એજયુકેશન એન્ડ રીસર્ચ ફાઉન્ડેશન (ગાંધીનગર)

IIM-A ની સ્થાપનાનું શ્રેય કોને ફાળે જાય છે ?  –  ડૉ. વિક્રમ સારાભાઇ

IPRનું પૂરું નામ શું છે?  –  ઈન્સ્ટીટ્યુટ ઑફ પ્લાઝ્મા રીસર્ચ

ITCTIનું પુરૂ નામ જણાવો.  - ઈન્ફોર્મેશન ટેકનોલોજી સેન્ટર ફોર ટેકસટાઈલ ઈન્ડસ્ટ્રીઝ

અક્ષરધામ શું છે ? – ગાંધીનગરમાં આવેલું સ્‍વામીનારાયણ પંથનું વડું મથક છે. 

અમદાવાદથી સુરત સુધીની રેલવે ક્યારે શરૂ થઇ  – તા.20મી જાન્યુઆરી, 1863ના રોજ

અમદાવાદમાં આવેલા આંતરરાષ્ટ્રીય કક્ષાના ક્રિકેટ સ્ટેડિયમનું નામ શું છે ?  –  મોટેરા સ્ટેડિયમ

અમદાવાદમાં આવેલી ‘AGETA’ કલબનું પૂરૂં નામ શું છે ? –  અમદાવાદ ગવર્નમેન્ટ એમ્પ્લોયડ ટેનિસ એસોસિએશન

અમદાવાદમાં મંદબુદ્ધિના બાળકોને તાલીમ આપતી રાષ્ટ્રીય કક્ષાની સંસ્થા કઇ છે?  –  બી.એમ.ઈન્સ્ટીટ્યુટ ઑફ મેન્ટલ હેલ્થ

અમદાવાદમાં સાબરમતી નદી પર આકાર લઇ રહેલી મહાત્વાકાંક્ષી યોજના રીવર ફ્રન્ટની કુલ લંબાઇ કેટલી છે? – ૧૨.૫ કિ.મી.

અમદાવાદમાં સૌપ્રથમ આયુર્વેદિક કોલેજની સ્થાપના કોણે કરી હતી?  –  ભિક્ષુ અખંડાનંદ

અવકાશ સંશોધન ક્ષેત્રે કાર્યરત સ્પેસ એપ્લિકેશન સેન્ટર(SAC) ગુજરાતના કયા શહેરમાં આવેલું છે ? – અમદાવાદ

અસાઈતના વંશજો વર્તમાનમાં કયા નામે ઓળખાય છે ? –  તરગાળા

આણંદની દૂધ ડેરી પર આધારિત ફિલ્‍મનું નામ શું છે ? – મંથન

આદિવાસી લોકકળા અને આદિવાસી સંસ્કૃતિ વિશે જાણકારી આપતું સાપુતારા આદિવાસી મ્યુઝિયમ કયા જિલ્લામાં આવ્યું છે? – ડાંગ

આદિવાસીઓના ઉત્થાન માટે દક્ષિણ ગુજરાતમાં વેડછી ખાતે આશ્રમશાળા કોણે સ્થાપી હતી? –  જુગતરામ દવે

ઉત્તર અમેરીકામાં વસતા કુલ ભારતીયોમાંથી કેટલા ટકા ગુજરાતીઓ છે? – ૬૦ ટકા

ઉત્તર ગુજરાતમાં કઈ પૂનમના દિવસે ગામના જુવાન હાથમાં તલવાર લઈને નૃત્ય કરે છે ? –  કારતકી

ઉદય મજમુદારે કઇ ફિલ્મ માટે સંગીત આપ્યું છે, જે ગાંધીજી પર આધારિત છે? –  ગાંધી માય ફાધર

એ.એમ.સી. (અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન)ની સ્થાપના કયારે થઇ હતી? – જુલાઇ, ૧૯૫૦

એએમએ, આઇઆઇએમ અને પીઆરએલ કયા મહાનુભાવની દીર્ઘ દૃષ્ટિનું પરિણામ છે? –  ડૉ. વિક્રમભાઈ સારાભાઈ

એક માન્યતા પ્રમાણે તાપી નદી કયા દેવતાની પુત્રી કહેવાય છે? –  સૂર્ય

એક સમયે ગુજરાતનો ભાગ ગણાતા ભિન્નમાલમાં જન્મેલા બ્રહ્મગુપ્તે શેની શોધ કરી હતી ? –  શૂન્ય

એલ.ડી.એન્જિનિયરિંગ કોલેજનું આખું નામ શું છે? –  લાલભાઇ દલપતભાઇ કોલેજ ઓફ એન્જિનિયરિંગ

એશિયા ખંડમાં સૌથી વધુ સ્ત્રીવાહન ચાલક કયા શહેરમાં છે? – અમદાવાદ

એશિયાટિક લાયન દિવસ દરમિયાન આશરે કેટલા કિલો ખોરાક ખાઇ શકે છે? –  ૩૦ કિલો

એશિયાટિક લાયનનું આયુષ્ય આશરે કેટલા વર્ષનું હોય છે? –  ૧૨થી ૧૫ વર્ષ

એશિયાની સૌથી મોટી સિવિલ હોસ્પિટલની રચના અને વિકાસનો યશ કોને જાય છે? –  ડૉ. જીવરાજ મહેતા

એશિયાની સૌથી મોટી હૉસ્પિટલ કઇ છે? –  સિવિલ હૉસ્પિટલ-અમદાવાદ

એશિયાનું સૌથી મોટું ઓપન એર થિયેટર કયાં આવેલું છે? –  અમદાવાદ (ડ્રાઈવ ઈન સિનેમા)

એશિયામાં સૌપ્રથમ ફરતી રેસ્ટોરન્ટ કયાં બનેલી છે ? – સુરત

ઓનલાઇન વૉટિંગ ની સુવિધા ઉપલબ્ધ કરાવનાર દેશનુ પહેલુ રાજ્ય ક્યું છે? –  ગુજરાત

કઇ ગુજરાતી મહિલા કર્ણાટકના રાજયપાલ બન્યા હતા? –  કુમુદબેન જોષી

કઇ યોજના દ્વારા ગુજરાતમાં મહત્તમ ગ્રામવિકાસ થયો છે ? – ગોકુલગ્રામ યોજના

કચ્છના રળિયામણા રણમાં કઇ પૂર્ણિમાની રાત્રે ઉત્સવ ઊજવવામાં આવે છે? – શરદ પૂર્ણિમા

કચ્છનો કયો મેળો કોમી એકતાનું પ્રતીક માનવામાં આવે છે ? –  હાજીપીરનો મેળો

કચ્છમાં આવેલું કયું સ્થળ કચ્છી રબારી એમ્બ્રોઈડરી માટે વિખ્યાત છે? –  નખત્રાણા

કચ્છમાં આવેલું કયું સ્થળ રોગન-પ્રિન્ટિગ એમ્બ્રોઇડરી માટે જાણીતું છે? –  નિરુણા

કચ્છમાં ગરીબદાસજી ઊદાસીન આશ્રમની સ્થાપના કોણે કરી હતી ? –  ગુરુનાનકના શિષ્ય શ્રીચંદ

કન્યા કેળવણી ક્ષેત્રે ગુજરાત સરકારે શરૂ કરેલ યોજનાનું નામ જણાવો. –  કન્યા કેળવણી શાળા પ્રવેશોત્સવ

કબીરપંથી સંતો કયા નામથી ઓળખાય છે? –  સાહેબ

કયા ગીતને ગુજરાત રાજયના પ્રતીક તરીકે લેવામા આવ્યું છે? –  જય જય ગરવી ગુજરાત

કયા ગુજરાતી મહિલા વિશ્વપ્રવાસી તરીકે જાણીતા છે? –  પ્રીતી સેનગુપ્તા

કયા ગુજરાતી મહિલા સ્વાતંત્ર સેનાની મ.સ. યુનિ.ના કુલપતિ પણ રહી ચૂકયા છે? –  ડૉ. હંસાબેન મહેતા

કયા ગુજરાતી લેખકે ખગોળશાસ્ત્ર વિષે ગુજરાતીમાં પુસ્તકો રચ્યાં? –  જીતેન્દ્ર જટાશંકર રાવલ

કયા ગુજરાતીને આંતરરાષ્ટ્રીય અણુ કાઊન્સીલ (વિયેના)ના ચેરમેન બનવાનું ગૌરવ પ્રાપ્ત થયું હતું? –  ડૉ. મધુકર મહેતા

કયા મહાન ચિત્રકાર કલાગુરૂ તરીકે ઓળખાય છે? –  રવિશંકર રાવળ

કયા મુખ્યમંત્રીના શાસન દરમિયાન પછાતવર્ગોને મદદ કરવા ‘કુટુંબપોથી’ની પદ્ધતિ દાખલ કરવામાં આવી? – માધવસિંહ સોલંકી

કયા રાજવીએ અસ્પૃશ્ય વિદ્યાર્થીઓ માટે બે છાત્રાલયોનું નિર્માણ કરાવી, તેઓ દેશમાં અને વિદેશમાં ભણી શકે તે માટે સ્કોલરશીપની  વ્યવસ્થા કરી આપી હતી? –  મહારાજા સયાજીરાવ ગાયકવાડ

કયા શહેરને ફૂલોનું શહેર કહેવામાં આવે છે ? –  પાલનપુર

કયા સંતે બાંધેલી ઝૂંપડી સતાધારના નામથી પ્રખ્યાત બની? –  સંતશ્રી આપા ગીગા બાપુ

કયા સ્થપતિએ ભુજના પ્રાગ મહેલની ડિઝાઈન તૈયાર કરી હતી? –  મેકલેન્ડ

કવાંટ મેળો કયાં ભરાય છે ? –  છોટા ઉદેપુર

કાયદાનું શિક્ષણ આપતી ગુજરાતની જૂની અને જાણીતી સંસ્થા કઇ છે? –  શ્રી એલ.એ. શાહ લૉ કૉલેજ-અમદાવાદ



____________________________________________________________________________________________

ભણતર


16FEB

મિત્રો આજે પ્રગતિશિલ શિક્ષણનો અંક વાંચ્યો. તેમાં નટવરભાઇ આહલપરાની એક લધુકથા વાંચવામાં આવી ખૂબજ મનો મંથન બાદ તેમની પરવાનગી વગર તે મૂકી રહ્યો છું કારણ કે આજના સમયમાં લધુકથા મહત્વ કાંક્ષી વાલીઓ માટે ખૂબજ માર્ગદર્શક બને તેમ છે. 

મેડિલકલના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતાં એકના એક પુત્ર મયંકે ગળાફાંસો ખાધો. પથ્થરો પીગળ્યા. શોકનો સાગર ઉછળ્યો. પિતા પ્રધ્યાપક,માતા શિક્ષિકા. બને અવાચક.

        મયંકનું બેસણું. તેના માતા-પિતાની એક જ રટણ ‘ અમે ક્યાં કોઇનું બગાડ્યું છે? કુદરતનો આ તે કેવો ન્યાય? ચાર-પાંચ દિવસ પસાર મયંકના મા-બાપ સંતાઅશ્રમમાં સંતના ચરણે. સંતે સાંત્વના આપતાં કહ્યું : ‘આખરે ભણતરનો અર્થ તો એ છે કે, માણસ જીવનનાં સંકટોમાંથી હેમખેમ પાર ઉતરે અને એવી રીતે નીકળે કે કોઇનું બૂરું ન કરે.

        આ અભણ, આ ભણેલા, આ પાસ, આ નપાસ એના ધોરણ પણ કેટલા તૂચ્છ અને તકલાદી છે?

નિશાળની અંદર આવું કેમ ? ઔરંગઝેબ ૧૭૭૦ની સાલમાં મરી ગયો. તે હકીક્તની ઇતિહાસમાં કિંમત છે, તે હું જાણું છું સૌ જાણે છે. પણ એ એટલી મોટી કિંમત નથી કે, જેને કારણે વિદ્યાર્થીની આત્મશ્રદ્ધાનો નાશ કરી નાંખવામાં આવે? એને ૧૭૭૦ની સાલ ન આવડી. તેથી કાંઇ એ જીવનમાં હારી નથી બેઠો. બે અક્ષર ન આવડતાં હોય, તો માણસ જીવનમાં નાપાસ થતો નથી. શું જીવન શબ્દોનું ગુલામ છે? જીવન ટકે છે આત્મશ્રદ્ધા, સામાજિકતા અને વિનય ઉપર. સંતની વાત પૂરી. છાનાં ધ્રુસકે-ધ્રુસકે, મયંકના માતા-પિતા સંતના ચરણમાં. ‘ મહારાજ, અમારા પેટને મેડિકલ લાઇનમાં ન્હોતું જાવું. અમે?

------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------



MASTER REGISTER-8 to12 DIVISIONS (1)


---------------------------------------------------------------------------------

ભણતર

16FEB
મિત્રો આજે પ્રગતિશિલ શિક્ષણનો અંક વાંચ્યો. તેમાં નટવરભાઇ આહલપરાની એક લધુકથા વાંચવામાં આવી ખૂબજ મનો મંથન બાદ તેમની પરવાનગી વગર તે મૂકી રહ્યો છું કારણ કે આજના સમયમાં લધુકથા મહત્વ કાંક્ષી વાલીઓ માટે ખૂબજ માર્ગદર્શક બને તેમ છે. 

મેડિલકલના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતાં એકના એક પુત્ર મયંકે ગળાફાંસો ખાધો. પથ્થરો પીગળ્યા. શોકનો સાગર ઉછળ્યો. પિતા પ્રધ્યાપક,માતા શિક્ષિકા. બને અવાચક.

        મયંકનું બેસણું. તેના માતા-પિતાની એક જ રટણ ‘ અમે ક્યાં કોઇનું બગાડ્યું છે? કુદરતનો આ તે કેવો ન્યાય? ચાર-પાંચ દિવસ પસાર મયંકના મા-બાપ સંતાઅશ્રમમાં સંતના ચરણે. સંતે સાંત્વના આપતાં કહ્યું : ‘આખરે ભણતરનો અર્થ તો એ છે કે, માણસ જીવનનાં સંકટોમાંથી હેમખેમ પાર ઉતરે અને એવી રીતે નીકળે કે કોઇનું બૂરું ન કરે.

        આ અભણ, આ ભણેલા, આ પાસ, આ નપાસ એના ધોરણ પણ કેટલા તૂચ્છ અને તકલાદી છે?

નિશાળની અંદર આવું કેમ ? ઔરંગઝેબ ૧૭૭૦ની સાલમાં મરી ગયો. તે હકીક્તની ઇતિહાસમાં કિંમત છે, તે હું જાણું છું સૌ જાણે છે. પણ એ એટલી મોટી કિંમત નથી કે, જેને કારણે વિદ્યાર્થીની આત્મશ્રદ્ધાનો નાશ કરી નાંખવામાં આવે? એને ૧૭૭૦ની સાલ ન આવડી. તેથી કાંઇ એ જીવનમાં હારી નથી બેઠો. બે અક્ષર ન આવડતાં હોય, તો માણસ જીવનમાં નાપાસ થતો નથી. શું જીવન શબ્દોનું ગુલામ છે? જીવન ટકે છે આત્મશ્રદ્ધા, સામાજિકતા અને વિનય ઉપર. સંતની વાત પૂરી. છાનાં ધ્રુસકે-ધ્રુસકે, મયંકના માતા-પિતા સંતના ચરણમાં. ‘ મહારાજ, અમારા પેટને મેડિકલ લાઇનમાં ન્હોતું જાવું. અમે?

----------------------------------------------------------------------------------------------------------------------------------


----------------------------------------------------------------------------------------------------------------------------------

LANGUAGE CORNER

સમાસ,સંધિ,છંદ  ( આભાર ભરત ચૌહાણ )

ગુજરાતી કહેવતો , કવિતાઓ , વાર્તા ,સુવાક્યો ,અજબ -ગજબ  માટે 

અહીં ક્લિક કરો.

ધોરણ ૬ થી ૮ ગુજરાતી પ્રથમ સત્રના રુઢિપ્રયોગો ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો.

પ્રાર્થનાનું ઈ પુસ્તક ડાઉનલોડ કરવા માટે  અહીં ક્લિક કરો.

શબ્દ સમૂહ માટે એક શબ્દ ડાઉનલોડ કરવા માટે   અહીં ક્લિક કરો.

Download English short stories from arvind gupta please click here.....

For more Fun stories and more Please click here.....

ગુજરાતી કહેવતો 
1) હોઠ સાજા તો ઉત્તર ઝાઝા
2) ગાંગો ગ્યો ગોકળ ને વાંહે થઈ મોકળ…
3) દુખતે ઠેસ ને નબળે વેઠ
4) હાથની આળસે મૂછો મોઢામાં જાય…
5) વાડ વિના વેલો ન ચડે…
6) વાડ જ ચિભડાં ગળે (તો…)
7) ઠામ જાય ને ઠીકરું આવે…
8 ) કીડી કોશનો ડામ ખમે?
9) મુઆ સાટે જીવતું લેવું…
10) પેટમાં પાશેર પાણી નહિ ને નામ દરિયાવખાં…
11) ખાવા ખીચડી નહિ ને નામ ફતેહખાં…
12) ધરમની ગાયના દાંત ન જોવાય…
13) છાણિયા દેવને ખાંસડાની પૂજા…
14) આંધળો ઓકે ને દસને રોકે…
15) લૂલીને ઝાલો ત્યારે લૂલી વાસીદું વાળે…
16) માથે મોત ને આવળ શું ચાવવી?
17) છાશ લેવા જવું ને દોણી સંતાડવી…
18) નબળી ગાયને બગાઈઓ ઘણી…
19) ગાંડા થઈને છૂટે ને ગામને ગાળો કૂટે…
20) મોં ખાય ને આંખ લજાય…
21) તમાશાને તેડું ન હોય…
22) ભેંસ, ભામણ (બ્રાહ્મણ) ને ભાજી, ત્રણે પાણીથી રાજી…
23) સુથારનો જીવ બાવળીયે…
24) નબળો ધણી બૈરા પર શૂરો
25) બળિયાના બે ભાગ

- ગાજ્યાં મેઘ વરસે નહી ને ભસ્યાં કુતરાં કરડે નહી.
- આવડે નહી ઘેઁશ ને રાઁધવા બેસે ભેંસ.
- વારા ફરથી વારો અને મારા પછી તારો.
- વઘારેલી ખીચડી દાઢે વાળગી.
- ન બોલવામાં નવ ગુણ.
- બોલે એના બોર વેચાય.
- કાગડો દહીંથરુ લઇ ગયો.
- વિદ્યા વિનય થી શોભે છે.
- સાહસ વિના સિદ્ધિ નથી.
- કુતરુ કાઢતા બિલાડુ પેંઠુ.
- વાંદરા ને સીડી ના અપાય.
- કેડ માં છોકરુ ને ગામ માં ઢિંઢોરો.
- ગામ હોય ત્યાં ઉકરડો હોયજ.
- નામ છે એનો નાશ છે.
- કુવામાં હોય તો હવાડા માં આવે.
- બાપ તેવા બેટા ને વડ તેવા ટેટા.
- મોર ના ઇંડા ચીતરવા ના પડે.
- જેવો દેશ તેવો વેશ.
- જેવો સંગ તેવો રંગ.
- જેની લાઠી એની ભેંસ.
- જેવું વાવો તેવુ લણો.
- ઝાઝા રસોઇયા રસોઇ બગાડે.
- સો વાત ની એક વાત.
- દુર થી ડુંગરા રળિયામણા.
- મામાનું ઘર કેટલે, દિવો બળે એટલે.
- સોબત કરતા શ્વાનની બે બાજુ નુ દુઃખ,
- ખીજ્યું કરડે પીંડીએ રીઝ્યું ચાટે મુખ્.

સંસ્કૃત સુભાષિતો 

या कुन्देन्दुतुषारहारधवला या शुभ्रवस्त्रावृता या वीणावरदण्डमण्डितकरा या श्‍वेतपद्मासना ।
या ब्रह्माच्युतशङ्करप्रभृतिभिर्देवैः सद वन्दिता सा मां पातु सरस्वती भगवती निःशेषजाड्यापहा ॥

युक्तियुक्तं वचो ग्राह्यं बालादपि शुकादपि ।
अयुक्तमपि न ग्राह्यं साक्षादपि बृहस्पतेः ॥

युक्तियुक्तं वचो ग्राह्यं बालादपि शुकादपि ।
युक्तिहीनं वचस्त्याज्यं वृद्धादपि शुकादपि ॥

पुराणमित्येव न साधु सर्वं न चापि काव्यं नवमित्यवद्यम्।
सन्तः परीक्ष्यान्यतरद्भजन्ते मूढः परप्रत्ययनेयबुद्धिः॥
 

अपराद्धांस्तु सुस्निग्धान् स्नेहोक्त्या मानदानत:।
साधयेद् भेददण्डाभ्यां यथायोगेन चापरान्॥

को लाभो गुणिसंगम: किमसुखं प्राज्ञेतरै: संगति: का हानि: समयच्युतिर्निपुणता का धर्मतत्त्वे रति:।
क: शूरो विजितेन्द्रिय: प्रियतमा कानुव्रता किं धनं विद्या किं सुखमप्रवासगमनं राज्यं किमाज्ञाफलम्॥

सिंह: शिशुरपि निपतति मदमलिनकपोलभित्तिषु गजेषु ।
प्रकृतिरियं सत्त्ववतां न खलु वयस्तेजसो हेतु:॥

विद्या ददाति विनयं विनयाद्याति पात्रताम् ।
पात्रत्वाद्धनमाप्नोति धनाद्धर्मं ततः सुखम् ॥


स्वगृहे पूज्यते मूर्खः स्वग्रामे पूज्यते प्रभुः ।

स्वदेशे पूज्यते राजा विद्वान् सर्वत्र पूज्यते ॥



वरमेको गुणी पुत्रो न च मूर्खशतान्यपि ।
एकश्चन्द्रस्तमो हन्ति न च तारगणोऽपिच ॥


कार्यार्थी भजते लोकः यावत्‌ कार्यं न सिध्यति॥
उत्तीर्णे च परे पारे नौकायाः किं प्रयोजनम्॥


मित्रस्य मा चक्षुषा सर्वाणि भूतानि समीक्षन्ताम् ।
मित्रस्याहं चक्षुषा सर्वाणि भूतानि समीक्षे
मित्रस्य चक्षुषा समीक्षामहे ॥
अग्निहोत्रं गृहं क्षेत्रं गर्भिणीं वृद्धबालकौ।
रिक्तहस्तेन नोपेयाद् राजानं देवतां गुरुम्॥
यदचेतनोऽपि पादै: स्पृष्ट: प्रज्वलति सवितुरिनकान्त: ।
तत्तेजस्वी पुरुष: परकृतविकृतिं कथं सहते ॥
संसार विषवृक्षस्य द्वे फले ह्यमृतोपमे ।
सुभाषित रसस्वादः सङ्गतिः सुजनैः सह ॥
दानं भोगो नाशस्तिस्रो गतयो भवन्ति वित्तस्य ।
यो न ददाति न भुङ्क्ते तस्य तृतीया गतिर्भवति ॥ 
अयं निज: परो वेति गणना लघुचेतसाम् ।
उदारचरितानां तु वसुधैव कुटुम्बकम् ॥
गुरुर्बन्धुरबन्धूनां गुरुश्चक्षुरचक्षुषां ।
गुरुः पिता च माता च सर्वेषां न्यायवर्तिनां ॥
विद्या नाम नरस्य रुपमधिकं प्रच्छन्नगुप्‍तं धनं
विद्या भोगकरी यशःसुखकारी विद्या गुरुणां गुरुः ।
विद्या बन्धुजनो विदेशगमने विद्या परं दैवतं
विद्या राजसु पूज्यते न हि धनं विद्याविहीनः पशुः ॥
जलबिन्दुनिपातेन क्रमशः पूर्यते घटः ।
स हेतुः सर्वविद्यानां धर्मस्य च धनस्य च ॥
न मांसभक्षणे दोषो न मद्ये न च मैथुने ।
प्रवृत्तिरेषा भूतानां निवृत्तिस्तु महाफला ॥
तत्र मित्र न वस्तव्यं यत्र नास्ति चतुष्टयं ।
ऋणदाता च वैद्यश्च श्रोत्रियः सजला नदी ॥
धर्म एव हतो हन्ति धर्मो रक्षति रक्षितः ।
तस्माद्धर्मो न हन्तव्यः मानो धर्मो हतोवाधीत् ॥ 
काव्यशास्त्रविनोदेन कालो गच्छति धीमताम् ।
व्यसनेन च मूर्खाणां निद्रया कलहेन वा ॥
सत्यस्य वचनं श्रेय: सत्यादपि हितंवदेत् ।
यद्भूतहितमत्यन्तं ऐतत् सत्यं मतं मम ॥
नरत्वं दुर्लभं लोके विद्या तत्र सुदुर्लभा।
शीलं च दुर्लभं तत्र विनयस्तत्र सुदुर्लभः॥
न भूतपूर्वं न कदापि वार्ता हेम्न: कुरंगो न कदापि दॄष्ट: ।
तथापि तॄष्णा रघुनन्दनस्य विनाशकाले विपरीत बुद्धि: ॥
कोऽतिभारः समर्थानां किं दूरं व्यवसायिनाम् ।
को विदेशस्तु विदुषां कः परः प्रियवादिनाम् ॥
येषां न विद्या न तपो न दानं ज्ञानं न शीलं न गुणो न धर्मः ।
ते मत्र्यलोके भुवि भारभूताः मनुष्यरूपेण मृगाश्र्चरन्ति ॥
असारे खलु संसारे सारं श्वशुरमन्दिरम् ।
हरो हिमालये शेते हरिः शेते महोदधौ ॥
पात्रे त्यागी गुणे रागी संविभागी च बंधुषु ।
शास्त्रे बोद्धा रणे योद्धा पुरुषः पंचलक्षणः ॥
पिबन्ति नद्यः स्वयमेव नाम्भः स्वयं न खादन्ति फलानि वृक्षाः ।
नादन्ति सस्यं खलु वारिवाहाः परोपकाराय सतां विभूतयः ॥
प्रियवाक्यप्रदानेन सर्वे तुष्यन्ति जन्तवः ।
तस्मात्तदेव वक्तव्यं वचने का दारिद्रता ॥
उद्यमेन हि सिद्धयन्ति कार्याणि न मनोरथैः ।
न हि सुप्तस्य सिंहस्य प्रविशन्ति मुखे मृगाः ॥ 
जननी जन्मभूमिश्च जाह्ननवी च जनार्दनः ।
जनकः पञ्चमश्चैव जकाराः पञ्च दुर्लभाः ॥ 
आचारः परमो धर्मः आचारः परमं तपः ।
आचारः परमं ज्ञानम् आचारात् किं न साध्यते ॥
परोपकाराय फलन्ति वृक्षाः परोपकाराय वहन्ति नद्यः ।
परोपकाराय दुहन्ति गावः परोपकारार्थमिदं शरिरम् ॥ 
अलसस्य कुतः विद्या अविद्यस्य कुतः धनम् ।
अधनस्य कुतः मित्रम् अमपित्रस्य कुतः सुखम् ॥ 
अपि स्वर्णमयी लंका न मे लक्षमण रोचते ।
जननी जनमभूमिश्च स्वर्गादपि गरियसी ॥ 

Gujarati Adjectives


English AdjectivesGujarati Adjectives
colorsremguo - રંગો 
blackkāḷā - કાળા 
bluevādeḷī - વાદળી 
brownbhuro - ભુરો 
graygue'r - ગ્રે 
greenlīlā - લીલા 
orangenāremguī - નારંગી 
purplejāmbelī - જાંબલી 
redlāl - લાલ 
whitesephed - સફેદ 
yellowpīḷā - પીળા 
sizesked - કદ 
bigmoṭā - મોટા 
deepūmḍā - ઊંડા 
longlāmbā - લાંબા 
narrowsāmkeḍī - સાંકડી 
shortṭūmkā - ટૂંકા 
smallnānā - નાના 
tallūmchā - ઊંચા 
thickjāḍā - જાડા 
thinpāteḷā - પાતળા 
wideviśhāḷ - વિશાળ 
shapesākāro - આકારો 
circularperipete'r - પરિપત્ર 
straightkoī rene nomdhāyo nehīm - કોઈ રન નોંધાયો નહીં 
squarechores - ચોરસ 
triangularte'rikoṇīy - ત્રિકોણીય 
tastesse'vād - સ્વાદ 
bitterkeḍevo - કડવો 
freshtājā - તાજા 
saltysalty - salty 
soursaur - સૌર 
spicytīkhī - તીખી 
sweetmīṭhī - મીઠી 
qualitiesguuṇevete'tā - ગુણવત્તા 
badkherāb - ખરાબ 
cleanse'veche'chh - સ્વચ્છ 
darkśhe'yām - શ્યામ 
difficultmuśhe'kel - મુશ્કેલ 
dirtyguemdā - ગંદા 
drysūkā - સૂકા 
easysereḷ - સરળ 
emptykhālī - ખાલી 
expensivekhere'chāḷ - ખર્ચાળ 
fastjheḍepī - ઝડપી 
foreignvideśhī - વિદેશી 
fullsempūre'ṇ - સંપૂર્ણ 
goodsārī - સારી 
hardhāre'ḍ - હાર્ડ 
heavybhār - ભારે 
inexpensivesese'tā - સસ્તા 
lightpe'rekāśh - પ્રકાશ 
localse'thānik - સ્થાનિક 
newnevā - નવા 
noisyghomghāṭīyā - ઘોંઘાટીયા 
oldjūnā - જૂના 
powerfulśheke'tiśhāḷī - શક્તિશાળી 
quietśhāmt - શાંત 
correctyogue'y - યોગ્ય 
slowdhīmā - ધીમા 
softsophe'ṭ - સોફ્ટ 
verykhūb - ખૂબ 
weaknebeḷā - નબળા 
wetbhīnā - ભીના 
wrongkhoṭum - ખોટું 
youngyuvān - યુવાન 
quantitiesjethe'thāmām - જથ્થામાં 
fewthoḍā - થોડા 
littleochhī - ઓછી 
manygheṇā - ઘણા 
muchvedhu - વધુ 
partbhāgu - ભાગ 
somekeṭelāk - કેટલાક 
a fewthoḍā - થોડા 
wholesemegue'r - સમગ્ર 

List of Prepositions in Gujarati


English PrepositionsGujarati Prepositions
aboutviśh - વિશે 
aboveuper - ઉપર 
acrosssemegue'r - સમગ્ર 
afterpechhī - પછી 
againstsām - સામે 
amongveche'ch - વચ્ચે 
aroundāsepās - આસપાસ 
asterīk - તરીકે 
atper - પર 
beforepehelām - પહેલાં 
behindpāchheḷ - પાછળ 
belownīch - નીચે 
beneathnīch - નીચે 
besidebājunā - બાજુના 
betweenveche'ch - વચ્ચે 
beyondbehār - બહાર 
butperemtu - પરંતુ 
byde'vārā - દ્વારા 
despitechhetām - છતાં 
downnīch - નીચે 
duringdereme'yān - દરમ્યાન 
exceptsivāy - સિવાય 
formāṭ - માટે 
frommāmthī - માંથી 
inmām - માં 
insideamder - અંદર 
intomām - માં 
nearnejīk - નજીક 
nextāguāmī - આગામી 
ofnā - ના 
onper - પર 
oppositevirodhī - વિરોધી 
outrene āuṭe: - રન આઉટ: 
outsidebehār - બહાર 
overuper - ઉપર 
perdīṭh - દીઠ 
plusvete'tā - વત્તા 
roundrāune'ḍ - રાઉન્ડ 
sincethī - થી 
thankeretām - કરતાં 
throughde'vārā - દ્વારા 
tillsudhī - સુધી 
tomāṭ - માટે 
towardtereph - તરફ 
underheṭheḷ - હેઠળ 
unlikejem - જેમ 
untilte'yām sudhī - ત્યાં સુધી 
upap - અપ 
viamārephet - મારફતે 
withsāth - સાથે 
withinamder - અંદર 
withoutveguer - વગર 
two wordsbe śhebe'do - બે શબ્દો 
according toanusār - અનુસાર 
because ofkāreṇe k - કારણ કે 
close tobemdh - બંધ 
due tokāreṇ - કારણે 
except forsivāy - સિવાય 
far fromdūr - દૂર 
inside ofnī amder - ની અંદર 
instead oftenā bedel - તેના બદલે 
near tonejīk - નજીક 
next toāgueḷ - આગળ 
outside ofbehār - બહાર 
prior topehelām - પહેલાં 
three wordste'reṇe śhebe'do - ત્રણ શબ્દો 
as far asje'yām sudhī - જ્યાં સુધી 
as well astemej - તેમજ 
in addition tovedhumām - વધુમાં 
in front ofsām - સામે 
in spite ofteme chhetām mām - તેમ છતાં માં 
on behalf ofvetī - વતી 
on top ofnī ṭoche per - ની ટોચ પર 
demonstrative prepositionspe'redere'śhenāte'meke nāmeyoguī - પ્રદર્શનાત્મક નામયોગી 
thisā - આ 
thatk - કે 
theseā - આ 
thosete - તે

ટિપ્પણીઓ નથી :

ટિપ્પણી પોસ્ટ કરો